અનેક બોગસ ડોક્ટર ઝડપાયા પરંતુ દવાઓનું શું…???

copy image

copy image

ગુજરાતમાં અનેક વખત બોગસ ડોક્ટર ઝડપાઈ ચૂક્યા છે, તેમજ કેટલાક હજુ પણ છુપા હશે…? ત્યારે એક સવાલ લોકોના મનમાં ઉઠી રહ્યો છે કે, જ્યારે પણ આપણે કોઈ ડોક્ટરની લખેલી દવાઓ મેડિકલમાં લેવા જઈએ છીએ ત્યારે ઘણી વખત મેડિકલ વાળાનો જવાબ કઈક એવો રહેતો હોય છે કે, “આ દવા સેમ નહીં મળે, કંપની અલગ છે પણ દવા એ જ આવશે” આનો મતલબ શું છે..? શું એ દવા ડુપ્લિકેટ હશે ..? કે શું એ દવા પણ બોગસ ડોક્ટર્સની જીમ બોગસ કંપનીની હશે…? શું તે કંપનું લીગલ હશે…? આવા ઘણા બધા સવાલો ઉઠી રહયા છે. ગુજરાતમાં બોગસ ડોક્ટર્સ અને અનેક વખત તપાસ થઈ ચૂકી છે અને થાય જ છે નિશંદેહ ! પરંતુ શું આટલું પર્યાપ્ત છે ખરું..? જેવી રીતે બોગસ તબીબો ની તપાસ કરવામાં આવે છે તેવી જ રીતે મેડિકલ સ્ટોર્સમાં તપાસ થવી જરૂરી છે. કેટલાક મેડિકલ સ્ટોર્સ વાળા માત્ર અનુભવ પર વગર સર્ટિફિકેટ મેડિકલ ચલાવતા હોય છે? અને લોકને દવાઓ આપતા હોય છે. તો આરોગ્ય વિભાગે મેડિકલ અને તેમાં રાખેલ દવાઓની પણ ચુસ્ત પણે ચકાસણી કરવી જોઈએ તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.