ભુજમાં એક પરિણીતાનું ઝેરી દવા ખાઈ જતા મોત

Dead woman lying on the floor under white cloth with focus on hand

copy image

copy image

ભુજમાં એક પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ખાઈ જતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી વિગતો અનુસાર ભુજમાં રહેનાર 24 વર્ષીય વૈશાલી અરવિંદભાઈ પરમાર નામની પરિણીતા પોતાના ઘરે હાજર હતી તે સમય દરમ્યાન કોઈ અકળ કારણોસર પરિણીતાએ ઘઉંમાં નાખવાની ઝેરી ગોળી ખાઈ લીધી હતી. ઉપરાંત તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. આ યુવતીએ કયા કારણોસર આવું પગલું ભર્યું હશે તે સહિતની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.