ભુજના માનકૂવામાં વીજશોક લાગતા 21 વર્ષીય યુવાનનું મોત

dead-body-floor-60202053

copy image

copy image

ભુજ ખાતે આવેલ માનકૂવામાં વીજશોક લાગતા એક યુવાનનું મોત થયું હોવાની ઘટના સામે આવી રહી છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ માનકૂવામાં દુકાનમાં કામ કરતી વેળાએ 21 વર્ષીય મોહમદ મિસ્તેર શરીફ શેખ નામના યુવાનને વીજશોક લાગ્યો હતો. ઉપરાંત તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે વધુ તપાસ પોલીસે આદરી છે.