ભુજના ભુજોડી ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહેલું તોતિંગ ડમ્પર બેકાબૂ બનતા નીચે ખાબક્યું : ત્રણ ઘાયલ

copy image

copy image

 ભુજના ભુજોડી ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહેલું તોતિંગ ડમ્પર બેકાબૂ બનતા પુલની રેલિંગ તોડી નીચે પડ્યું હતું. સદભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ગત દિવસે સવારના અરસામાં બનેલ આ બનાવ અંગે વર્તુળોમાંથી પાપ્ત થતી વિગતો મુજબ પવન, નીલેશ અને ખેરાજભાઈ એમ ત્રણ શખ્સો આ ડમ્પરમાં જઈ રહ્યા હતા, તે દરમ્યાન પુલ પર પહોંચતાં ડ્રાઈવરે કાબૂ ગુમાવતાં ડમ્પર બ્રિજની રેલિંગ તોડીને સર્વિસ રોડ પર ખાબક્યું હતું. આ બનાવમાં સદભાગ્યે કોઈ જાનહાની થઈ ન હતી, પરંતુ ત્રણેય લોકો ઘાયલ થયા હતા. વધુમાં જાણવા મળી રહ્યું છે કે, પસાર થતી વેળાએ ડમ્પર  ટ્રેક્ટર સાથે અથડાયું હોવાથી ટ્રેક્ટરને પણ ભારે નુકસાન થયું હતું અને ટ્રેક્ટર દૂર સુધી ફંગોળાયું હતું દરમિયાન તેની ટ્રોલી અલગ થઈ ગઈ હતી.