ગાંધીધામમાં પગાર મામલે એક યુવાન પર છરી વડે હુમલો કરી દેતાં ફરિયાદ

copy image

copy image

ગાંધીધામમાં પગાર મામલે એક યુવાન પર છરી વડે હુમલો કરી દીધો હોવાનો બનનાવ પોલીસ ચોપડે ચડ્યો છે. ત્યારે આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામ શહેરના સેકટર-8માં કોર્પોરેટ પાર્ક બિલ્ડિંગમાં મારામારીનો આ બનાવ બન્યો હતો. આ બનાવ અંગે  આદિપુરમાં ગજવાણી કોલેજ સામે રહેનાર બ્રિજેશકુમાર જયરામ નાથ દ્વારા પોલીસ મથકે નોંધાવવામાં આવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી ગાંધીધામ ના સેકટર-8માં કોર્પોરેટ પાર્ક બિલ્ડિંગમાં ટુકટુક ઈન્ડિયા નામની કંપની ચલાવે છે. ફરિયાદી પાસે અગાઉ કામ કરનાર મેઘપર બોરીચીનો કરણ ભાટિયા નામનો શખ્સ આવ્યો હતો અને પગારની લેતી-દેતી મુદ્દે ફરિયાદીને બહાર બોલાવેલ અને બાદમાં તેઓએ ગાળાગાળી શરૂ કરી દેતાં ફરિયાદીએ ગાળો બોલવાની ના કરતાં આરોપીએ તેના પર છરી વડે હુમલો કરી દીધો હતો. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે.