ભુજ તાલુકાના કોટડા ચકાર ગામે ભેડમાતા મંદિરે વિશ્વ ઊંટ દિવસની ઉજવણી કરાઈ


ભુજ તાલુકાના કોટડા ચકાર નજીક આવેલી સરણવાડી ભેડમાતા મંદિર ખાતે કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા વિશ્વ ઊંટ દિવસની ઉજવણી કરાઈ હતી જેમાં કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠનની વાર્ષિક સાધારણ સભા મળી હતી આ સંગઠન સાથે કચ્છના 8 તાલુકાના 324 પરિવારો જોડાયેલા છે. સંગઠન દ્વારા ઊંટ પાલકોની આજીવિકા, ઊંટોના ચરિયાણ અને આરોગ્ય માટે સક્રિયપણે કામગીરી કરાય છે.
કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા પશુપાલન વિભાગ અને સહજીવન સંસ્થા સાથે મળી 2015માં ભારતની ઊંટોની નવમી નસલ એવી ખારાઈ ઊંટની માન્યતા અપાઇ હતી. તેની સાથે સાથે ઊંટડીના દૂધની બજાર વ્યવસ્થા ઊભી કરવી, ઊંટની બે નસલ કચ્છી, ખારાઈ ઊંટના સંરક્ષણ અને સંવર્ધન અંગેના કાર્યો કરવા, ઊંટ પાલકોને સંગઠિત કરવા, તેમના ચરિયાણના હકો અંગે કામ કરવું, ઊંટોના આરોગ્યની જાળવણી માટે રસીકરણ કેમ્પ યોજવા સહિતની કામગીરી કરાય છે. ઉજવણીમાં કચ્છ, સોરાષ્ટ્ર અને ગુજરાતના ઊંટ પાલકો, પશુપાલન વિભાગ, ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓ, સરકારી વિભાગના અધિકારીઓ, અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ જોડાઈ હતી.
આ કાર્યક્રમ દાતા તરીકે શંભુ જગમાલ રબારી રહ્યા હતા તેમનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું
બાઈટ…૧.
આશા ભાઈ રામા ભાઈ રબારી . માલધારી સંગઠન પ્રમુખ.
બાઈટ..૨
આશા ભાઈ રબારી ..
કારોબારી સભ્ય.
બાઈટ…૩
દેવરાજ રાજા ભાઈ રબારી .માલધારી.
અલી મોહમ્મદ ચાકી કચ્છ…