માંડવીના જખણિયાના વાડીવિસ્તારની સગીરાનું અપહરણ થયાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો

copy image

માંડવી ખાતે આવેલ જખણિયાના વાડીવિસ્તારની સગીરાનું અપહરણ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ બનાવ અંગે ભોગ બનનારના વાલીએ કોડાય પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તા. 19/6ના સાંજે 4થી 4.30 વાગ્યા દરમ્યાન તેમની સગીર વયની દીકરીને આરોપી ગુંદિયાળીના 17 વર્ષના સગીરનું લગ્નની લાલચે અપહરણ કરી લઈ ગયેલ છે. પોલીસે આ બનાવ અંગે આરોપી ઈશમ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.