કચ્છમાં દિન પ્રતિ દિન દારૂની રેલમછેલમાં વધારો : શું ખરેખર ગુજરાતમાં દારૂબંધી ?

copy image

copy image

કચ્છમાં દિન પ્રતિ દિન દારૂની રેલમછેલ વધી રહી છે. ત્યારે દેહના યુવાઓ દારૂ અને ગાંજા-ચરસ નામના ઝેર તરફ ધકેલાઈ રહ્યા છે. થોડા સમય પૂર્વે ત્રગડી ગામે તથા બે દિવસ અગાઉ ભુજના કેરા નજીકથી દારૂનો મસ મોટો દારૂનો જથ્થો ઝડપાયો છે ત્યારે પોલીસ કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.? ભુજ તેમજ કચ્છના દરેક ગામડાઓમા દારૂનો વેપલો અતિશય વધી રહ્યો છે. ?અવારનવાર કચ્છના અનેક વિસ્તારોમાંથી ચરસ-ગાંજો અને દારૂનો જથ્થો ઝડપાઈ ચૂક્યો છે. તો સવાલ એ રહ્યો છે કે કોની મહેરબાનીથી આ દારૂબી વેપલો થઈ રહ્યો છે…? શું લાગતા વળગતા અધિકારીઓ આનાથી જાણકાર નહિ હોય..? જો હશે તો કેમ કોઈ કાર્યવાહી થતી નથી…? કેમ કોઈ પણ કડક પગલાં લેવામાં આવતા નથી ..? દિન ફરતી દિન દારૂ વેંચનાર અને પિનારની સંખ્યા કેમ વધતી જોવા મળી રહી છે..? તો ગુજરાતમાં દારૂબંધી હોવાનો શું મતલબ છે..? જો આમ ચાલશે તો ગુજરાત કોઈ દિવસ દારૂ મુક્ત થઈ શકસે ખરું..?