ગળપાદરની ગાયત્રી સોસાયટીના એક મકાન પર વિજળી પડી; સદનશીબે કોઈ જાનહાની નહિ


ગાંધીધામ ખાતે આવેલ ગળપાદરના એક મકાન પર કડાકા ભડાકા સાથે વીજળી પડી હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ બાબતે વધુમાં મળતી વિગતો અનુસાર ગળપાદરમાં આવેલી ગાયત્રી સોસાયટીના એક મકાનમાં ભારે વરસાદ અને કડાકા ભડાકા સાથે આકાશી વિજળી પડી હતી. અને મકાનની દિવાલો પર બાકોરુ પડી ગયું હતું તેમજ નુકશાન પહોંચ્યું હતું, પરંતુ સદભાગ્યે કોઈ જાનહાની થઇ ન હતી.