આગામી 1 જુલાઈ, 2025થી રેલવેના ભાડામાં નવા દર લાગુ : ૫૦૦ કિમીથી વધુની મુસાફરીમાં પ્રતિ કિલોમીટર અડધા પૈસા વધારો

copy image

રેલવે પ્રવાસીઓ માટે મહત્વપૂર્ણ અહેવાલ સામે આવી રહ્યા છે જેમાં આગામી 1 જુલાઈ, 2025થી રેલવેના ભાડામાં નવા દરો લાગુ પાડવામાં આવશે. આ ફેરફારો બાદ બાદ સામાન્ય મુસાફરો તેમજ લાંબા અંતરની મુસાફરી કરનારાઓના ખિસ્સાનું ભારણ વધવા પામી જશે. રેલવેના નવા ટેરિફ અનુસાર, જનરલ સેકન્ડ ક્લાસમાં ૫૦૦ કિમી સુધીની મુસાફરી માટે કોઈ વધારો કરશે નહીં પરંતુ ૫૦૦ કિમીથી વધુની મુસાફરીમાં પ્રતિ કિલોમીટર અડધા પૈસા વધારો કરવામાં આવેલ છે.