લગ્ન કરાવી પૈસા પડાવનાર આરોપી ઝડપાયો

copy image

સુરતના ભરત વસોયાની પોલીસે કરી ધરપકડ કરી ભરત સાથે ગુનો આચનાર સ્વાતિ હિવરાલે ફરાર થઈ ગઈ છે. ભરત સ્વાતિને બહેન બનાવી લોકોને મળાવતો હતો. અને લગ્ન કરાવી પૈસા પડાવતો હતો.
નરોડાના પ્રતીક બારોટ સાથે ભરતે સ્વાતિના લગ્ન કરાવ્યા હતા. લગ્ન બાદ 7 દિવસ સુધી સ્વાતિ પ્રતીક પાસેથી કંઈકને કંઈક બહાને રૂપિયા પડાવ્યા હતા. આ રૂપિયા ટુકડે-ટુકડે 3.9 લાખ સ્વાતિએ પ્રતીક પાસેથી પડાવ્યા હતા. અને ત્યારબાદ ભરત વસોયા અને સ્વાતિ બંને આરોપી ફરાર થઈ ગયા હતા.
આરોપી ભરત વિરુદ્ધ અગાઉ પણ અલગ અલગ જગ્યાએ ગુના નોંધાયા છે. આ લોકો લગ્નના નામે ફસાવી લોકો પાસેથી પૈસા લઈ રફુચકર થઈ જતા હતા. હાલ જાણકારી મુજબ તેઓ રાપર, વરાછા, જામનગર, અમદાવાદ અને અન્ય જગ્યા લોકોને છેતરીને પૈસા પડાવ્યા છે. તેથી તેમના નામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદો નોંધાયેલી છે.
પોલીસે ભરતની ધરપકડ કરી, સ્વાતિની તપાસ આગળ હાથ ધરી છે.