રાપરમાં ખુલ્લેઆમ ધાણીપાસા વડે જુગાર રમતા બે શખ્સો ઝડપાયા

copy image

copy image

રાપરમાં ખુલ્લેઆમ ધાણીપાસા વડે જુગાર રમતા બે શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી વિગતો મુજબ રાપરના ગઢેડીધર વિસ્તારમાં આવેલ સાવલા શોપિંગ કોમ્પ્લેક્ષ પાછળ જાહેરમાં અમુક શખ્સો ગંજીપાના વડે જુગાર રમી રહ્યા હતા. ત્યારે અચાનક ત્રાટકેલી પોલીસે જુગાર રમતા બે શખ્સોને ઝડપી લીધા હતા. જયારે એક નાશી છૂટ્યો હતો. પકડાયેલ ઇસમો પાસેથી રોકડ રૂ;2910 જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.