આધાર પુરાવા વગરના ચાંદીના ઘરેણાઓના 25.900 કિલો કિં.રૂ.૨૨.૬૬ લાખના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને પોલીસની ગિરફ્તમાં

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ નાઓએ આધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર અટકાવવા અને આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.

જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ્ટેબલ લીલાભાઇ દેસાઇ, મુળરાજભાઈ ગઢવી તથા સુરજભાઇ વેગડાનાઓ માંડવી શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન લીલાભાઇ દેસાઇ તથા મુળરાજભાઇ ગઢવીનાઓને સયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, માંડવી મધ્યે આઝાદ ચોકમાં એક ગ્રે કલરની રાજસ્થાન રાજ્યના પાર્સીંગની મારૂતિ કંપનીની સ્વીફટ રજી નંબર- RJ 24 CA 4899 વાળીમાં અમુક ઈસમો પોતાના કબ્જામાં આધાર પુરાવાઓ વગરના ચાંદીના ઘરેણાઓ લઈ માંડવી આવેલ સોની બજારોમાં વેચાણ કરવા સારૂ આવેલ છે. જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા (૧) કિર્તીક રમેશભાઈ સોની (૨) કિર્તીભાઈ સુરેશભાઈ સોની તથા (૩) કરણસિંહ મોહનસિંહ રાજપુત વાળાઓ મળી આવેલ અને મજકુર ઇસમોના કબ્જામાંથી ચાંદીના અલગ અલગ ઘરેણાઓ વજન ૨૫ કિલો ૯૦૦ ગ્રામ મળી આવેલ જેથી મજકુર ઇસમો પાસે આ ચાંદીના ઘરેણાઓ બાબતેના આધાર પુરાવાઓની માંગણી કરતા મળી આવેલ મુદ્દામાલના સચોટ બિલો રજુ નહી કરતા મજકુર ઇસમોના કબ્જામાંથી મળી આવેલ મુદ્દામાલ બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી મજકુર ઇસમોને બી.એન.એસ.એસ. કલમ ૩૫(૧) (ઇ) મુજબ અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

  • કબ્જે કરેલ મુદામાલ
  • ચાંદી વજન ૨૫ કિલો ૯૦૦ ગ્રામ કિં.રૂ. ૨૨,૬૬,૩૦૦/-

મારૂતી કંપનીની સ્વીફટ કાર રજી નં. RJ 24 CA 4899 કિં.રૂ. ૩,૦૦,૦૦૦/-

પકડાયેલ ઇસમો

કિર્તીક રમેશભાઈ સોની, ઉ.વ. ૨૬ રહે પ્લોટ નંબર- ૯, કેશવપાર્ક સોસાયટી, સુરત

કિર્તીભાઈ સુરેશભાઈ સોની, ઉ.વ. ૩૪ રહે. પ્લોટ નંબર- ૯, કેશવપાર્ક સોસાયટી, સુરત

  • કરણસિંહ મોહનસિંહ રાજપુત, ઉ.વ. ૧૮ રહે. ગામ મોડી તા.ગોગુદા ઉદયપુર થાના ગોગુદા રાજસ્થાન

આ કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારી મુળરાજભાઇ ગઢવી, લીલાભાઇ દેસાઇ, સુરજભાઇ વેગડા, કૃષ્ણદેવસિંહ ગોહિલ તથા કલ્પેશભાઇ ચૌધરીનાઓ જોડાયેલ હતા.