ભચાઉમાં ટેન્કરે મોપેડને ટક્કર મારતા સર્જાયો ગમખ્વાર અકસ્માત

copy image

copy image

ભચાઉમાં આવેલ રાજબાઇ મંદિર સામે મોપેડને પાછળથી ટેન્કરે ટક્કર મારતા મોપેડ પર સવાર મહિલાનું ગંભીર ઈજાઓના પગલે મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી વિગતો મુજબ ભચાઉના સિતારામપુરા વિસ્તારમાં રહેનાર 40 વર્ષીય સુધાબેન ગત તા;24/6નાં વરસાણા ખાતે માતાજીના મંદિરે ગયા હતા, ત્યાંથી મોપેડ પર પરત આવતી વેળાએ ભચાઉના રાજબાઇ મંદિર પાસે પહોચતા પાછળથી ટેન્કરે ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં મહિલાને ગંભીર ઈજાઓ પહોચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.