કચ્છ જિલ્લાની બે દિવસીય મુલાકાતે પધારેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનું ભુજ એરપોર્ટ ખાતે ઉમળકાભેર સ્વાગત

copy image

copy image

કચ્છના પ્રથમ સરહદી ગામ કુરનથી રાજ્યકક્ષાના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવવા સહિત વિવિધ કાર્યક્રમોમાં મુખ્ય અતિથિ તરીકે સહભાગી થવા અને કુરન ખાતે આયોજિત વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે બે દિવસીય કચ્છની મુલાકાતે પધારેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનું ભુજ એરપોર્ટ ખાતે મહાનુભાવો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું હતું.

        જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા, ધારાસભ્ય સર્વશ્રી કેશુભાઇ પટેલ, વિરેન્દ્રસિંહ જાડેજા, ત્રિકમભાઇ છાંગા, પ્રદ્યુમનસિંહ જાડેજા, અનિરુદ્ધભાઇ દવે, તાલુકા પંચાયત પ્રમુખશ્રી વિનોદભાઈ વરસાણી, ભુજ નગરપાલિકા પ્રમુખશ્રી રશ્મિબેન સોલંકી, આગેવાન સર્વશ્રી દેવજીભાઇ વરચંદ, ધવલભાઇ આચાર્ય, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, દિલીપભાઈ શાહ, ભીમજીભાઇ જોધાણી અને મીતભાઇ ઠક્કર, કલેક્ટરશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સહિતના મહાનુભાવોએ પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કર્યું હતું.