જુલાઈ  માસમાં વાહનોના રી-રજીસ્ટ્રેશન અને સી.પી.આઇ. કરવવા અંગેના કેમ્પ યોજાશે

        કચ્છ જિલ્લાની મોટરીંગ પબ્લિક અને વાહન માલિકો માટે જુલાઈ માસનો નોન ટ્રાન્સપોર્ટ વાહનોના રી-રજીટ્રેશન તથા નોન ટ્રાન્સપોર્ટ વાહનોના સી.પી.આઇ. કરાવવા અંગેનો કેમ્પ સવારના ૧૧ થી બપોરે  ૨ કલાક સુધી તા.૧૫/૦૭/૨૦૨૫ ના નખત્રાણા ખાતે તા. ૧૭/૦૭/૨૦૨૫ના નલીયા ખાતે,  તા.૨૨/૦૭/ ૨૦૨૫ ના મુંદરા ખાતે અને તા.૨૪/૦૭/૨૦૨૫ ના માંડવી ખાતે આયોજીત કરવામા આવશે તેમજ ભુજ કચેરીએ પણ આ કામગીરી કરી આપવામાં આવશે તેવું ઇન્ચાર્જ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ભુજ-કચ્છની યાદીમાં જણાવાયું છે.