અબડાસાના કેરવાંઢ થી છસરા સુધી નો માર્ગ ખરાબ હાલતમાં
અબડાસા ના કેરવાંઢ ને હાઇવે સાથે જોડતો માર્ગ કેર વાંઢ થી છસરા સુધી નો માર્ગ ઉબડખાબડ ઉબડખાબડ રોડમાં મસ્ત મોટા મોટા ખાડા
આ રોડના ખાડામાં પવનચક્કીઓ ની કંપનીઓ દ્વારા પોતાના મોટા મોટા વાહનો માટે રસ્તામાં ચીકણી માટી નાંખી છે
જેથી ટુ-વ્હીલર ચાલકોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે અને અનેક બાઇકો આ રસ્તા ઉપર સ્લીપ થઈ અને પડી ગયેલ છે જે થી બાઈક ચાલકોને નાની મોટી ઇજાઓ પણ થયેલ છે
સ્થાનિક લોકો દ્વારા તંત્ર ને અને અબડાસાના ધારાસભ્ય શ્રી ને નમ્ર વિનંતી કે રસ્તો જલ્દીથી નવો બનાવવામાં આવે જેથી કોઈ મોટો અકસ્માત ન થાય