ભરૂચના અંબિકાનગર સોસાયટીમાં એ-૩ માં રહેતા હરિશભાઈ ગુલવાણી સવારના અરસામાં પરિવાર સાથે દમણ ગયા હતા. રાત્રિના અરસામાં ઘરે પાછા ફરતા ઘરમાં તસ્કરી થયાનું માલુમ પડયુ હતુ. તસ્કરો અગાસીમાંથી બીજા માળની ગેલેરીમાં પ્રવેશી દરવાજાના તાળા તોડી ઘરમાં ઘુસ્યા હતા. તિજોરી અને લોકર તોડી રોકડા અને દાગીના મળી કુલ રૂ.પાંચથી છ લાખની મતાની તસ્કરી ગયા હોવાનું મકાન માલિક હરિશભાઈ જણાવ્યુ હતુ. ઘટનાની જાણ પોલીસને કરાતા સ્થળ પર દોડી આવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જો કે સાંજ સુધી પોલીસ ફરિયાદ લખાવાઈ ન હતી. સવારથી લઈ રાત્રિના અરસા સુધીમાં પાંચ થી છ લાખની મતાની તસ્કરીમાં કોઈ જાણભેદુ વ્યકિતનું કારસ્તાન હોવાનુ પ્રાથમિક અનુમાન પોલીસ લગાવી રહી છે.