નારી ચોકડીએથી શરાબ ભરેલો ટ્રક પકડાયો

ભાવનગર રેન્જના જીલ્લાઓમાં મિલ્કત સંબંધી ગુન્હાઓ બનતા અટકાવવા માટે તથા બનેલ ગુન્હાનો ભેદ ઉકેલી કાઢવા ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર સાહેબે બધા પોલીસ અધિકારીઓને સુચના આપેલ હોય જેના ભાગ રૂપે ગઇકાલે સાંજના અરસામાં આર.આર. સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમાર સાહેબ તથા સ્ટાફના માણસો વલ્લભીપુર પોલીસ સ્ટેશનના અનડીટેકટ ગુન્હાના કામે નારી ચોકડી ખાતે તપાસમાં હતા દરમ્યાન રાજસ્થાન પાર્સીગનો એક શંકાસ્પદ ટ્રક આવતા જેની તપાસ કરવા જતા ટ્રકમાં બેઠેલ કુલ-ત્રણ શખ્સો ભાગવા લાગતા જેમાંથી બે શખ્સોને ઝડપી પાડેલ અને શિહોર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર પી.આર. સોલંકી તથા સ્ટાફના માણસો સાથે ટ્રક ચેક કરતા ટ્રકમાં ઉપરના ભાગે પાવડરની થેલીઓ હોય જેની નીચે વિદેશી દારૂનો જથ્થો છુપાવેલ હોય. જે જુદી-જુદી બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટી નંગ ૬૮૬, બોટલ નંગ ૮૨૩૨ કિંમત રૂ. ૨૪,૬૭,૮૦૦ તથા મોબાઇલ ફોન નંગ ર કિંમત રૂ.૩,૫૦૦, ટ્રક ૧ કિંમત રૂ.૧૦,૦૦,૦૦૦ તથા રોકડ રૂ. ૨,૫૪૦, તાલપત્રી ર કિંમત રૂ.૨૦૦ તથા પાવડર ભરેલ થેલી નંગ ૧૬૦ વિ. મળી કૂલ કિંમત રૂ.૩૪,૭૪,૦૪૦ ના મુદ્દામાલ સાથે સખ્સ ધરમસીંગ જવાહરસીંગ રાજપૂત ઉ.વ. ૨૭ રહે. ગામ અયાતરી તા. કુંભલગઢ (રાજસ્થાન), છેલસીંગ છોગસીંગ રાજપૂત ઉ.વ.૫૫ રહે. ગામ કેરાલ પોસ્ટ રોડલા, ઝાલોર (રાજસ્થાન) વાળાઓને ઝડપી પાડેલ હતા અને ઉપરોકત દારૂનો જથ્થો આપનાર સોહનલાલ બીશ્નોઇ રહે.જોધપુર તથા દારૂનો જથ્થો મંગાવનાર દિગ્પાલસિંહ ઉર્ફે કુમારપાલસિંહ મદારસિંહ ગોહિલ રહે. વરતેજવાળો તથા દરોડા દરમ્યાન એક શખ્સ નાસી ગયેલ હોય બધા શખ્સો વિરૂધ્ધ શિહોર પોલીસ સ્ટેશનના હેડકોન્સ. રાજેન્દ્રસિંહ એન. ગોહીલે પ્રોહી. એકટ તળેની ફરીયાદ આપી વરતેજ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. આમ વરતેજમાં ઇગ્લીંશ દારૂનો મસમોટો જથ્થો ઉતરે તે પૂર્વે જ પોલીસે પકડી લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *