શિહોર પોલીસ સ્ટેશનના ગુનાનો ફરાર ઈસમ પકડાયો

શિહોર પોલીસ સ્ટેશન ઇચાર્જ પો.ઇન્સ. પી.આર.સોલંકી તથા સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુન્હામાં નાસ્તા ફરતા ઇસમોની હકિકત મેળવવા સારૂ પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન ઇન્ચાર્જ પો.ઇન્સ. પી.આર.સોલંકીને બાતમી રાહે હકિકત મળેલ કે શિહોર પોલીસ સ્ટેશનના ગુન્હાના કામે નાસ્તો ફરતો ઈસમ રામજીભાઇ બચુભાઇ રાઠોડ રહે.ખુણ ગામ તા-ધોલેરા હાલમાં સુરતથી તેના ગામ ખુણ આવેલ હોય તેવી હકિકત મળતા તુરતજ એક ટીમ બાતમી વાળી જગ્યા ખુણ ગામ જતા બાતમી વાળો ઇસમ હાજર મળી આવતા રસ્તે જતા બે પંચના માણસોને બોલાવી નામ-સરનામું પુછતા પોતાનું નામ રામજીભાઇ ઉર્ફે રામભાઇ બચુભાઇ રાઠોડ ઉ.વ.૨૪ જણાવેલ. મજકુરની પુછપરછ કરતા ગુન્હો કરેલાનો એકરાર કરતા મજકુરને પંચો રૂબરૂ ઘોરણસર ધરપકડ કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *