કચ્છના લખપત તાલુકાના સાનધ્રો ગામે અસલ બન્ની નસલની ભેંસ રૂ,14.1 લાખમાં વેચાઈ

જે આખા ગુજરાતમાં કદાચ સૌપ્રથમ વખત આટલા ઊંચા ભાવે વેચાઈ હોવાનું મનાય રહ્યું છે

આ ભેંસ દૈનિક 27 લીટર દૂધ આપે છે, અને તેનો કાળો રંગ તથા તંદુરસ્ત શરીર તેને ખાસ બનાવે છે

ભેંસના ચુડકંઢી શીંગડા અને આકર્ષક દેખાવ પણ લોકોના ધ્યાન ખેંચે છે

ભેંસ, ભુજના સેરવા ગામના માલધારી શેરુભાઈ ભલુંએ ખરીદી

વેંચનાર ગાજીભાઈનો પરિવાર, પેઢીદીઠ પશુપાલન કરે છે અને હાલમાં 80 જેટલી ભેંસો ધરાવે છે

બન્ની નસલની ભેંસો તેમના સ્વભાવ દૂધ ઉત્પાદન અને દેખાવ માટે જાણીતી છે

આ નસલની ભેંસો, તરણેતર જેવા મેળાઓમાં હંમેશા વિજેતા રહે છે

સામાન્ય રીતે કચ્છમાં 5 થી 7 લાખ સુધીના સોદા થતા હોય છે

આ વેંચાણ બન્ની નસલની ભેંસોનું મહત્વ અને તેની કિંમત સ્પષ્ટ કરે છે