ભુજના શેખપીર ખાતે વાહન ચેકિંગ દરમ્યાન હ્યડાઈ વરના કારમાંથી માદક પદાર્થ ગાંજો ૩.૮૨૫ કિલોગ્રામ કિ. રૂ. ૩૮,૨૫૦/-ના જથ્થા સાથે સાથે બે આરોપીઓ ઝડપાયા

અધિક પોલીસ મહાનિર્દેશકશ્રી, એ.ટી.એસ. ગુ.રા.અમદાવાદનાઓનાં માર્ગદર્શન હેઠળ કેફી પદાર્થ અને માદક પદાર્થોના સેવનની પ્રવૃતિને સદંતર રીતે નેસ્તનાબુદ કરવા તેમજ કેફી અને માદક પદાર્થોના સેવન, હેરફેર, વેપારની પ્રવૃતિને સદંતર રીતે ડામવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા જણાવેલ હોઈ જે અન્વયે શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પશ્ચિમ કચ્છ-જીલ્લામાં નાર્કોટીક્સની, ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ ઈસમો વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સુચના આપેલ હોઈ જેથી નાર્કોટીક્સની બદી સદંતર નેસ્ત નાબુદ કરવા એસ.ઓ.જીનાં પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એમ.ગઢવીના ઓએ તાબાના કર્મચારીઓને સુચના આપેલ હોઈ, જે અન્વયે એસ.ઓ.જી.સ્ટાફના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા.

દરમ્યાન તા.૦૧/૦૭/૨૦૨૫ નાં રોજ એસ.ઓ.જીનાં સ્ટાફ સાથે શેખપીર ત્રણ રસ્તા ખાતે વાહન ચેકિંગની કામગીરીમાં હતા તે દરમ્યાન ભચાઉ તરફથી ભુજ તરફ આવતી સફેદ કલરની હ્યુડાઈ વરના કાર જેના રજીસ્ટ્રેશન નંબર GJ 03 CA 2319 વાળીની કારને ઉભી રખાવી કારની ઝડતી કરતાં આરોપીના કબ્જાની કાર માંથી માદક પદાર્થ ગાંજો ૩.૮૨૫ કિલોગ્રામ કી.રૂ.૩૮,૨૫૦/- નાં નાર્કોટિક્સનાં મુદામાલ સાથે ઝડપી પાડી મજકુર આરોપીઓ વિરુદ્ધ પધ્ધર પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી. એસ. એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

કબ્જે કરેલ મુદ્દામાલ

(૧) માદક પદાર્થ ગાંજો જેનુ વજન ૩.૮૨૫ કિલોગ્રામ, કિ.રૂ.૩૮,૨૫૦/-

(૨) મોબાઇલ નંગ ૦૨, કિ.રૂ.૨૫,૦૦0/-

  • (3) હ્યુંડાઈ વરના કાર-૧. કિ.રૂ.૨,૦૦,૦૦૦/-, તથા રોકડા રૂપિયા. ૧૩,૪૦૦/-
  • એમ કુલ્લે કિ.રૂ. ૨,૭૬,૬૫૦/-

પકડાયેલ આરોપીઓ

(૧) હેત સોમપુરી ગુંસાઇ, ઉવ ૨૫, રહે.પડદાપીઠ હનુમાન મંદિર પરીસરમાં, સંસ્કાર નગર, ભુજ, (૨) ઓમગીરી અરવિંદગીરી ગોસ્વામી, ઉવ. ૨૨, રહે. સચિયાય માતાના મંદિરની બાજુમાં, ગણેશનગર, ભુજ

કામગીરી કરનાર અધિકારીશ્રી તથા કર્મચારીઓ

એસ.ઓ.જી.પશ્ચિમકચ્છ-ભુજનાં પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એમ.ગઢવી તથા. એ.એસ.આઈ. નરેન્દ્રસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ ઝાલા, પોહેડ.કોન્સ. રઝાકભાઈ સોતા, રઘુવીરસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ જાડેજા, મયુરસિંહ ઝાલા, ભાવેશભાઈ ચૌધરી, પો.કોન્સ. દિનેશભાઈ ચૌધરી, ડ્રા.પો.હેડ.કોન્સ મહિપતસિંહ સોલંકીનાઓ જોડાયેલ હતા.