ખાવડા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ડીઝલ ચોરીના ગુનામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજ
copy image

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.
જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ, પંકજભાઇ કુશવાહ તથા પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ જાડેજા તથા વિરમભાઇ ગઢવીનાઓ નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન વિરમભાઇ ગઢવીનાઓને હ્યુમન સોર્સીસ આધારે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ખાવડા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૦૧૯૯/૨૦૨૫ બી.એન.એસ. કલમ-૩૦૩(૨) મુજબના ગુના કામેનો આરોપી નાલેચંગા ઓસમાણ હાજી રહે.ધ્રોબાણા તા.ભુજ વાળો હાલે ખડક ગામના બસ સ્ટેશન ખાતે હાજર છે જે સચોટ બાતમી હકીકત આધારે તપાસ કરતા મજકુર ઇસમ મળી આવેલ જેથી મજકુર ઇસમને ઉપરોકત ગુન્હા અંગેની સમજ આપી પુછ-પરછ કરતા મજકુર ઇસમએ ઉપરોક્ત ગુના કરેલ હોઇ અને ગુન્હા કામે આજદીન સુધી નાસતો-ફરતો હોવાની કબુલાત આપેલ જેથી મજકુર ઇસમને હસ્તગત કરી ખાવડા પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ.
પકડાયેલ આરોપી
નાલે ચંગા ઓસમાણ હાજી ઉવ.૪૦ રહે.ધ્રોબાણા તા.ભુજ