દહિસરા ગામે રામપર રોડ પરથી કુલ કિં.રૂ.૪,૨૭,૨૦૦/- નો ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સહિતનો મુદામાલ પકડી પાડતી માનકુવા પોલીસ

copy image

copy image

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજ તથા શ્રી આર.ડી.જાડેજા સાહેબ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી. ભુજ વિભાગ-ભુજનાઓ તરફથી પશ્ચિમ કચ્છ-ભુજ જિલ્લા વિસ્તારમાં પ્રોહિબીશન તેમજ જુગારના સફળ કેસ શોધી કાઢવા તેમજ પ્રોહિબીશન ને લગતા મુદ્દામાલનુ ખરીદ-વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય

જે સંબંધે શ્રી પી.પી. ગોહિલ, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર, માનકુવા પોલીસ સ્ટેશનનાઓની રાહબરી | હેઠળ માનકુવા પો. સ્ટે. ના પો.હેડ.કોન્સ જયપાલસિહ જે જાડેજા તથા પો. કોન્સ. કિરણકુમાર પુરોહિત નાઓને સંયુક્ત બાતમી હકિકત મળેલ કે દહિસરા ગામનો પ્રવિણ વેરશી સિજુ પોતાની સ્વિફ્ટ ડીઝાયર ગાડીમા ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો રાખી હેર-ફેર તેમજ વેચાણ કરે છે અને હાલે તે સરલી ગામ બાજુથી દહિસરા ગામ તરફ આવેશે એવી ભરોસા પાત્ર બાતમી હકિકત મળતા તે હકીકત આધારે જરુરી વર્કઆઉટ કરી દહિસરા રામપર રોડ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂના કિં.રૂ.૨૭,૨૦૦/- જથ્થા સહિત કુલ્લ કિં.રૂ.૪,૨૭,૨૦૦/- નો મુદામાલ પકડી પાડી પ્રોહીબીશન એકટ હેઠળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આરોપીની વિગત-

(૧) પ્રવિણ વેરશી સીજુ રહે-દહિસરા તા. ભુજ

કબ્જે કરેલ મુદામાલ-

(૧) ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાંડની સીલબંધ બોટલ નં. ૫૦ કિ.રૂ.૨૭૨૦૦/-

(૨) ફોર વિલર ગાડી રજી નં. જી.જે. ૧૨ એફ.સી. ૯૧૨૦ કિ.રૂ. ૪,૦૦,૦૦૦/-

–એમ કુલ કિં.રૂ. ૪,૨૭,૨૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.

આમ ઉપરોકત કામગીરીમાં માનકુવા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર શ્રી.પી.પી.ગોહિલનાઓની રાહબરી હેઠળ એ.એસ.આઈ. ઉપેન્દ્રસિંહ રાણા, અજયસિંહ ઝનકાંત તથા પો. હેડ કોન્સ. જયપાલસિંહ જાડેજા, અશોકભાઈ ડાભી, વિનોદજી ઠાકોર તથા પો. કોન્સ. કીરણભાઈ પુરોહીતનાઓ જોડાયેલ હતા.