ભુજમાં રહેણાંક મકાનમાંથી ગૌમાંસ સાથે એક મહિલા ઝડપાઈ

copy image

ભુજમાં આવેલ સતારા ચોકમાંથી એક રહેણાંક મકાનમાંથી ગૌમાંસ સાથે એક મહિલા ઝડપાઈ હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે ત્યારે આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ બી-ડિવિઝન પોલીસની ટીમ ડ્યૂટી પર હતી તે સમયે તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ભુજ શહેરમાં આવેલ સીતારા ચોક ઇમામના ઓટા નજીક રહેતા ઇકબાલ અયુબ મોખાએ પોતાનાં મકાનમાં ગૌમાંસ વેચાણ અર્થે રાખેલ છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળા સ્થળ પર રેડ પાડી તપાસ કરતાં અહીથી આરોપી મહિલા ઝડપાઈ હતી પરંતુ તેનો પુત્ર ઇકબાલ હાજર મળી આવેલ ન હતો. પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.