સમગ્ર ગુજરાતમાં મેઘરાજાએ મહેર કરી છે ત્યારે બનાસકાંઠામાં સવારથી જ ધોધમાર વરસાદ : સમગ્ર વિસ્તારમાં પાણી ભરાયા

copy image

સમગ્ર ગુજરાતમાં મેઘરાજાએ મહેર કરી છે. ત્યારે બનાસકાંઠામાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પાલનપુર ગઠામણ પાટિયા પાસે હાઈવે બેટમાં ફેરવાયો છે. મળતા અહેવાલ પ્રમાણે પાલનપુરમાં 6 ઈંચ વરસાદમાં સમગ્ર વિસ્તારમાં પાણી ભરાયા છે. અમદાવાદ પાલનપુર હાઈવે બેટમાં ફેરવાતા ડાયવર્ઝન અપાયું છે. ત્યારે સૂત્રો જણાવી રહ્યા છે પાલિકાની ટીમ સાથે ધારાસભ્ય પણ અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે. ઉપરાંત ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જારી કઈ દેવાયું છે. પરીણામે શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.