ગુજરાતમાં ચોમાસાએ ગંભીર રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું : અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
copy image

ગુજરાતમાં ચોમાસાએ ગંભીર રૌદ્ર સ્વરૂપ લઈ લીધું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે ગુજરાતનાં બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં એક સાથે 7-8 ઇંચ વરસાદ પડતાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે. ઉપરાંત હવામાન વિભાગ દ્વારા વધુ આગામી ત્રણ કલાક માટે આગાહી જાહેર કરવામાં આવતા લોકમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વધુમાં માહિતી મળી રહી છે કે, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા અને મહેસાણામાં સહિત જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેને પગલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરી દેવાયું છે.