“ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્વારા જુગારની બદી નેસ્ત નાબૂદ કરવા માટે સુચના આપવામાં આવેલ.

જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ય પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર. જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબનાઓએ જુગારની બદી નેસ્ત નાબૂદ કરવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને સુચના આપેલ હતી. દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ રાઠોડ, શક્તિસિંહ ગઢવી, દિવ્યરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ. જીવરાજભાઈ ગઢવી તથા કલ્પેશભાઇ ચૌધરીનાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન રાજેન્દ્રસિંહ રાઠોડ તથા જીવરાજભાઇ ગઢવીનાઓને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે, જયદેવ કરણીદાન ગઢવી રહે. સહઝાનંદ નગર, મિરઝાપર, તા.ભુજ વાળો પોતાના કબ્જા ભોગવટાના રહેણાક મકાનના આંગણામાં ખેલીઓ બોલાવી જુગાર રમી રમાડે છે અને તેઓની આ ગેરકાયદેસર પ્રવૃતિ હાલે ચાલુમાં છે જેથી પોલીસ સ્ટાફના માણસો દ્વારા તુરત જ વર્કઆઉટ કરી બાતમી વાળી જગ્યાએ જઇ રેડ કરતા નીચે મુજબના ઇસમોને ગંજીપાના વડે રૂપિયા-પૈસાની હારજીતનો જુગાર રમતા નીચેની વિગતે મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે.

પકડાયેલ ઇસમો :-

જયદેવ કરણીદાન ગઢવી ઉ.વ. ૩૬ રહે. સહઝાનદ નગર મિરઝાપર, તા.ભુજ

  • અજીત રામભા ગઢવી ઉ.વ. ૪૪ રહે. નરનારાયણ નગર મિરઝાપર તા. ભુજ

લખધીર રામજીભાઇ ગઢવી ઉ.વ. ૬૭ રહે. સહજાનદ નગર મિરઝાપર તા. ભુજ

  • કરણીદાન દેવીદાન ગઢવી ઉ.વ. ૬૬ રહે. નરનારાયણ નગર મિરઝાપર તા. ભુજ
  • ભાવીક નરસિંહદાન ગઢવી ઉ.વ. ૪૧ રહે. સહજાનદ નગર મિરઝાપર તા. ભુજ

પ્રવીણદાન મહીદાન ગઢવી ઉ.વ. ૬૦ રહે. સહજાનદ નગર મિરઝાપર તા. ભુજ

  • મહેન્દ્ર રવીદાન ગઢવી ઉ.વ. ૬૧ રહે. હીલ વ્યુ રેસીડેન્સી જુનાવાસ માધાપર તા. ભુજ
  • કબ્જે કરેલ મુદામાલ
  • રોકડા રૂપીયા – રૂ।.૨૬,૬૦૦/-
  • ગંજીપાના નંગ-પર કી.રૂ.૦૦/-
  • મોબાઈલ ફોન નંગ-૦૪, કી.રૂ.૧૬000/-

એમ કુલ્લે કી.રૂા.૪૨,૬૦૦/- ના મુદામાલ સાથે ઉપરોકત પકડાયેલ ઇસમો વિરૂધ્ધ ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા મુજબ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

Convert to Word