રાપરમાંથી 1.61 લાખના મુદ્દામાલ સાથે ત્રણ પત્તાપ્રેમીઓની ધરપકડ

copy image

રાપરના સમાવાસમાં ખુલ્લેઆમ જુગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે દબોચી લીધા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી વિગતો મુજબ ગત રાત્રીના અરસામાં રાપરના સમાવાસ દુબરિયા વાડી વિસ્તારમાં પીરની દરગાહ પાછળ ખુલ્લી જગ્યામાં અમુક શખ્સો ધાણીપાસા વડે હારજીતનો જુગાર રમી રહ્યા હતા. તે સમય દરમ્યાન અચાનક ત્રાટકેલી પોલીસે આરોપી ઇસમોને દબોચી લીધા હતા. પકડાયેલ ઇસમો પાસેથી રોકડ રૂ,95,400 તેમજ બે મોબાઈલ એમ કુલ રૂ,1,61,000નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.