આડેસર ચેક પોસ્ટ ખાતેથી ટ્રકમાં ભરેલ મગફળીના કોથળાઓની આડમાંથી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી આડેસર પોલીસ

મે.પોલીસ મહા નિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ,પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓએ પૂર્વ કચ્છ જીલ્લામાં ગેરકાયદેસર પ્રોહિ/જુગારની બદી નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોઈ.જે અનુસંધાને.જે અનુસંધાને મે.ના.પો.અધિ.શ્રી સાગર સાંબડા સાહેબ, ભચાઉ વિભાગ ભચાઉ નાઓના માર્ગદર્શન મુજબ આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર જે.એમ.વાળા તથા આડેસર પોલીસ સ્ટાફના માણસો આડેસર પોલીસ ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગની કામગીરી કરતા હતા. તે દરમ્યાન પોલીસ ઇન્સપેક્ટર જે.એમ.વાળા નાઓને બાતમી મળેલ કે, “ એક ટાટા કંપનીનુ ટ્રક રજીસ્ટ્રેશન નંબર જીજે-૦૮-એ.યુ-૬૪૩૮ વાળાના પાછળના ઠાઠામાં મગફળી ભરેલ કંતાનના કોથળાઓની આડાસમાં ઈંગ્લીશ દારૂની પેટીઓ ભરેલ છે અને હાલે આ ટ્રક સાંતલપુરથી આડેસર તરફ આવી રહેલ છે.” તેવી બાતમી આધારે આડેસર ચેક પોસ્ટ પરથી ઉપરોક્ત નંબર વાળા ટ્રકમાંથી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી એક ઈસમને પકડી પાડી તેમના વિરૂધ્ધ આડેસર પોલીસ સ્ટેશનમાં પ્રોહિ.એક્ટની કલમ તળે ગુનો રજીસ્ટર્ડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.

કબજે કરેલ મુદ્દામાલ :-

પકડાયેલ આરોપી:-

(૧)જાનુખાન અલીખાન જાતે- મથ્થુજા મહેર (પઠાણ), ઉ.વ.૩૬, ધંધો.ડ્રાઈવીંગ, રહે.મેઘાવાસ,પોસ્ટ બાઘાવાસ, તા.પંચપદરા, જી.બાલોત્રા (બાડમેર), રાજસ્થાન (ટ્રક ડ્રાઈવર)

હાજર ન મળી આવેલ આરોપી:-

(૧)સુનિલ ચૌધરી, રહે.પંચપદરા નજીક આવેલ રિફાઈનરીની સામે આવેલ ગામ, તા.પંચપદરા, જી.બાલોત્રા (ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી મોકલનાર)

(૨) ઈંગ્લીશ દારૂ મંગાવનાર

ડામગીરી કરનાર અધિ/કર્મચારી

આ કામગીરી પોલીસ ઈન્સપેક્ટર જે.એમ.વાળા તથા પો.હેડ.કોન્સ.શિરીષભાઈ ઈશ્વરભાઈ તથા વિજયસિંહ સહદેવસિંહ તથા અણદાભાઈ જેઠુરભાઈ તથા સંજયભાઈ અણદાભાઈ તથા ગાંડાભાઈ અણદાભાઈ તથા પો.કોન્સ. મહેન્દ્રસિંહ ગણપતસિંહ તથા જીવાભાઈ કરશનભાઈ તથા ડ્રા.પો.કોન્સ. જ્યંતિભાઈ જીવાભાઈ તથા જી.આર.ડી.ના.સભ્ય હારૂન ડિરમામદ તથા ભીખાગર મોહનગર તથા નવીનભાઈ બેચરાભાઈ તથા ભરતભાઈ ખીમાભાઈ તથા હરેશભાઈ બાબુભાઈ તથા ભરતભાઈ છગનભાઈ નાઓ દ્વારા કરવામાં આવેલ છે.