ભુજ શહેર વિસ્તારમાં છરી, ધોકા,ગુપ્તી અને કુહાડી જેવા હથીયાર સાથે આરોપીના રહેણાક મકાનમાંથી એક શખ્સની કરાઈ ધરપકડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ,ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબનાઓએ આગામી દિવસોમાં ભુજ શહેર વિસ્તારમાં મોહરમ/તાજીયાના તહેવારની ઉજવણી થનાર હોય જે અનુસંધાને અગાઉ શરીર સબંધી ગુનામાં સંડોવાયેલ આરોપીઓની હિલચાલ પર નજર રાખી શંકાસ્પદ પ્રવૃતિ જણાઈ આવે તો આવા ઇસમો વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માટે સુચના આપેલ હોય.
જે સુચના અનુસંધાને સ્પેશીયલ ઓપરેશન ગૃપ, પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એમ. ગઢવી સાહેબનાઓએ કર્મચારીઓને સુચના આપેલ કે આગામી દિવસોમાં ભુજ શહેર વિસ્તારમાં મોહરમ/તાજીયાના તહેવારની ઉજવણી થનાર હોય જે અનુસંધાને અગાઉ શરીર સબંધી ગુનામાં સંડોવાયેલ આરોપીઓની તપાસમાં રહી શંકાસ્પદ પ્રવૃતિ જણાઈ આવે તો આવા ઇસમો વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા જણાવેલ જે અનુસંધાને સ્પેશીયલ ઓપરેશન ગૃપના પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી કે.એમ. ગઢવીનાઓ તથા સ્ટાફના કર્મચારીઓ સાથે અગાઉ શરીર સંબંધી ગુનામાં સંડોવાયેલ આરોપીની તપાસમાં તથા મોહરમ/તાજીયા અનુંસંધાને ભુજ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે, અગાઉ શરીર સબંધી ગુનાઓમાં સંડોવાયેલ મહનદ હનીફ ઉર્ફે રોક આમદ સમેજા, ઉવ.૪૩, રહે-અપનાનગર, સેજવાળા માતમ, ભુજવાળાએ પોતાના રહેણાક મકાનમાં ગેરકાયદેસર હથિયાર રાખેલ છે.” જે બાતમી હકિકત આધારે આરોપીના રહેણાક મકાનની ઝડતી તપાસ દરમ્યાન છરી નંગ-૦૨, લાકડાના ધોકા નંગ-૦૨, લોખંડની કુહાડી નંગ-૦૧, લોખંડની ગુપ્તી નંગ-૦૧ મળી આવેલ જેથી મજકુર કોઇ કોગ્નીઝેબલ ગુનો કરવાના ઇરાદે રાખી માનનીય જીલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટરશ્રી કચ્છ ભુજનાઓના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ હોય જેથી મજકુર ઇસમ વિરુધ્ધ ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જી.પી.એકટ ક.૧૩૫ મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
કબ્જે કરેલ મુદા માલ
- (૧) છરી નંગ-૦૨, કિ.રૂ.૦૦.૦૦/-
<< (૨) લાકડાના ધોકા નંગ-૦૨, કિ રૂ.00 00/-
:- (૩) લોખંડની કુહાડી નંગ-૦૧, કિ.રૂ.૦૦.૦0/-
<- (૪) લોખંડની ગુપ્તી નંગ-૦૧. કિ.રૂ.૦૦.00/-
પકડાયેલ આરોપી
મહનદ હનીફ ઉર્ફે રોક આમદ સમેજા, ઉવ.૪૩, રહે-અપનાનગર, સેજવાળા માતમ, ભુજ
પકડાયેલ આરોપીનો ગુન્હાહિત ઈતિહાસ
(૧) ભુજ શહેર બી ડીવી. પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૫૦૪૩૨૩૦૧૩૫/૨૦૨૩, આઈ પી.સી. કલમ-૩૮૪, ૨૯૪(ખ), ૫૦૬(૨), ૧૧૪ મુજબ
(૨) ભુજ શહેર એ ડીવી. પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૫૦૪૨૨૪૦૮૨૮/૨૦૨૪, બી.એન.એસ. કલમ-૧૧૫(૨), ૧૧૭(૨), ૫૪ તથા જી.પી. એક્ટ કલમ-૧૩૫ મુજબ
(૩) ભુજ શહેર એ ડીવી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૫૦૪૨૨૫૦૫૮૪/૨૦૨૫, બી.એન.એસ. કલમ-૧૧૫(૨), ૧૧૮(૧), ૩૫૧(૪), ૫૪ તથા જી.પી. એક્ટ કલમ-૧૩૫ મુજબ
કામગીરી કરનાર અધિકારીશ્રી તથા કર્મચારીઓ
એસ.ઓ.જી. પશ્ચિમકચ્છ-ભુજનાં પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એમ.ગઢવી. એ.એસ.આઈ.
નરેન્દ્રસિંહ ઝાલા, પો.હે.કો. રઘુવીરસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ જાડેજા, મયુરસિંહ ઝાલા, ભાવેશભાઈ ચૌધરી, ડ્રા.પો.હેડ.કોન્સ મહિપતસિંહ સોલંકીનાઓ જોડાયેલ હતા.