ભચાઉના આધોઇ નજીક પગપાળા જઈ રહેલ આધેડને અજાણ્યા વાહનચાલકે હડફેતે લેતા મોત

copy image

copy image

ભચાઉ ખાતે આવેલ આધોઇ નજીક પગપાળા જઈ રહેલ આધેડને અજાણ્યા વાહનચાલકે હડફેટમાં લેતા  તેમનું મોત નીપજયું હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 1/7ના રાતના અરસામાં ભચાઉના આધોઇમાં રહેનાર ગાંગજી છાડવા નામના આધેડ આધોઇથી ધરાણા બાજુ પગપાળા જતાં હતા તે સમયે કોઈ અજાણ્યા વાહનના ચાલકે તેમને હડફેટમાં લેતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ બનાવમાં ઘાયલ થયેલ આધેડને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું. પોલીસે આ બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.