ભચાઉના ઘરાણા ગામના જ્યોતેશ્વર મહાદેવ મંદિરમાં થઇ ચોરી

copy image

ભચાઉ ખાતે આવેલ ઘરાણા ગામના જ્યોતેશ્વર મહાદેવ મંદિરના તાળા તોડી 21,000ની મત્તાની કોઈ અજાણ્યા ચોર ઇસમો ચોરી કરી ફરાર થઇ ગયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ મામલે સુત્રોમાંથી મળતી વિગતો મુજબ ગત તા. 1-7ના ઘરાણા ગામની સીમમાં નાની જીવાસરી તળાવની બાજુમાં આવેલાં જ્યોતેશ્વર મહાદેવ મંદિરના તાળા તૂટેલ હાલતમાં જોવા મળ્યા હતા. ઉપરાંત હરેશ ધના જોસરફાળ અને લક્ષ્મણ હરિ પટેલ જે સેવા કરવા ગયા હતા, તેમના દ્વારા તપાસ કરવામાં આવતા નરસંગગિરિ બાપુની ઝોલીમાં રાખેલી કારની આર.સી. બૂક, આધાર કાર્ડ, રોકડ રૂા,4000 તથા ભેટ સ્વરૂપ આવેલ 250 ગ્રામનું ચાંદીનું નાળિયેર, 200 ગ્રામની ચાંદીની ગદા એમ કુલ રૂા,21,000ની મત્તાની કોઈ અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી નાશી છૂટ્યા હતા. જેથી શ્રદ્ધાળુઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. આ મામલે પોલીસ મથકે ફરીયદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી આદરી છે