અંતરજાળમાં 20 વર્ષીય યુવાનનો આપઘાત

copy image

copy image

ગાંધીધામ ખાતે આવેલ અંતરજાળમાં 20 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આપઘાતનો આ બનાવ અંતરજાળમાં આવેલા ગોપાલનગર વિસ્તારમાં બન્યો હતો. કાલાજી રાજગોર નામનો યુવાન પોતાના ઘરે હાજર હતો તે સમયે કોઈ અકળ કારણોસર ગળે ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી હતી. આ યુવાને કયા કારણોસર આવું પગલું ભર્યું હશે તે સહિતની આગળની વધુ તપાસ પોલીસે આદરી છે.