દિવ્યાંગ ભાઈ બહેનો આર્થિક રીતે પગભર બને તે માટે સંસ્થા દ્વારા તહેવારોમાં કરવામાં આવે છે કાર્યો : દિવ્યાંગ ભાઈ બહેનો દ્વારા આ વખતે સાત હજાર જેટલી રાખડી બનાવશે


હાલમાં રક્ષાબંધન નો પર્વ આવી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ કરી ને સંસ્થા છે જે દિવ્યાંગ બહેનોને રોજગારી પુરી પાડવા માટે કાર્ય કરે છે અને હાલમા 100 જેટલા દિવ્યાંગ ભાઈ બહેનો અહીંયા આવે છે જેમાં સાયલા, સુરેન્દ્રનગર, લીબડી, જેવા ગામોમાં ટ્રસ્ટની અંદર વિકલાંગ ભાઈ બહેનો આવીને રાખડી બનાવાનું કામ કરે છે સાથે રાખડી નું કાચું મટિરિયલ ઘેર લઈ જઈ ને પણ પોતે કામ કરે છે જેમાં દિવ્યાંગ ભાઈ બહેનોને રાખડી કેવી રીતે બનાવી તે માટે સંસ્થા દ્વારા શીખવે છે અને દિવ્યાંગ ભાઈ બહેનો પોતે મહિને બે થી અઢી હજાર જેટલી આવક મેળવી શકે છે. રાખડીની સાથે બહેનોને સીવણ નું કામ પણ અહીંયાથી આપવામાં આવે છે સાથે દિવાળી ઉપર દીવડા બનવા તેને કલર કરવાનું કામ પણ મળે છે. અને ભગવાનના વાઘા તેમજ તકિયા પણ બનાવે છે. રાખડીની સીઝનમાં ગત વર્ષે પાંચ હજારથી વધુ રાખડી દિવ્યાંગ બહેનો બનાવી હતી અને તેનું વેચાણ કરેલ. આ વર્ષે હાલ રોજની 500 નંગ રાખડી બનાવીને આ વખતે અંદાજીત સાત હજાર જેટલી રાખડી બનાવશે અને તેનું વેચાણ દિવ્યાંગ ભાઈ બહેનો દ્વારા શહેરમાં સ્ટોલ રાખીને કરશે અને પોતે આર્થિક રીતે આગળ આવશે આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ ભાઈ બહેનો પગભર થઈ શકે તે માટે વિવિધ યોજના થકી રોજગાર માટે કામ પણ મળી રહે છે
ઉલ્લેખનિય છે કે દિવ્યાંગ ભાઈ બહેનો દ્વારા બનાવેલ રાખડીનું વેચાણ થાય તે માટે શહેરના વિવિધ વિસ્તારમાં આ રાખડીના સ્ટોલ પણ રાખવામાં આવે છે જેના થકી આ રાખડીનું વેચાણ વધે જેના થકી દિવ્યાંગ ભાઈ બહેનોને કામ કરવા માટે ઉત્સાહ વધે તે માટે ઇનર વ્હીલ ક્લબ તેમજ સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થા દ્વારા આગળ આવે છે
બાઈટ
(૧) જયેન્દ્રભાઈ ડોડીયા
(દિવ્યાંગ રાખડી બનાવનાર)
(૨) સંગીતાબેન
(દિવ્યાંગ રાખડી બનાવનાર)
(૩)સુરેન્દ્ર સિંહ શિવુભા ( કેન્દ્રના સંચાલક)
રિપોર્ટર જયેશભાઇ મોરી