ગાંધીધામના યુવાન સાથે આર.ટી.ઓ. ઈ-ચલણનાં નામે 3.05 લાખની થઈ ઓનલાઈન છેતરપિંડી

copy image

copy image

ગાંધીધામના યુવાન સાથે આર.ટી.ઓ. ઈ-ચલણનાં નામે 3.05 લાખની ઓનલાઈન છેતરપિંડી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામ શહેરમાં  દવા વિતરક તરીકે નોકરી કરનાર નવીનભાઈ  કાનજીભાઈ સથવારા નામનો યુવાન આ છેતરપિંડીનો શિકાર બન્યો હતો. ભોગ બનનારને વોટ્સ-એપ  પર આર.ટી.ઓ. ઈ-ચલણ 500.એ.પી.કે. નામની ફાઈલ આવેલ હતી જેને ઓપન કરતાની સાથે જ તેમનો મોબાઈલ ફોન હેક થઈ ગયેલ હતો અને તેમના ખાતામાંથી રૂા. 1.49 લાખ કપાઈ ગયા હતા.  બાદમાં ઠગબાજોએ મોબાઈલનું  સંચાલન મેળવીને રૂા. 1,56,716ની લોન  લઈ અને એ પણ સેરવી લીધા હતા. આ બનાવ અંગે પોલીસ ચોપડે ફરિયાદ ચડતા આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.