મુંદ્રામાંથી વરલી મટકાનો આંકડો રમાડનાર શખ્સ ઝડપાયો

image-112

copy image

copy image

   મુંદ્રામાંથી વરલી મટકાનો આંકડો રમાડનાર શખ્સને પોલીસે દબોચી લીધો છે. ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ સવારના અરસામાં મુંદરાના સૌરાષ્ટ્ર સી.એફ.એસ. નજીક આવેલી કચ્છ કેસરી હોટેલ પાછળ જાહેરમાં આંક ફરકનો જુગાર મિલન બજારનો આંકડો લઈ રહેલ શંકર રતિલાલ ઠક્કર નામના ઈશમને પોલીસે દબોચી લીધો છે. ત્યારે પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી રોકડ સહિતનો તમામ મુદ્દામાલ કબ્જે કરી તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.