અંજારના ભાવેશ્વરનગર-1માં ઊભેલા છકડામાં આગ લાગતાં દોડધામ

copy image

copy image

અંજાર ખાતે આવેલ ભાવેશ્વરનગર-1માં ઊભેલા છકડામાં આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી. આ બનાવ અંગે વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ ગત તા;8/7 થી 9/7ની રાત્રી દરમ્યાન અંજારના લાયન્સનગરની સામે ભાવેશ્વરનગર-1માં રવિ બગદાજી ગઢવી નામના શખ્સના વાહનમાં કોઈ કારણોસર અચાનક આગ લાગી ગઈ હતી. નજીકના લોકોએ આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો, પરંતુ થોડી વારમાં છકડો સળગી ગયો હતો. આ મામલે પોલીસે ફરીયદ નોંધી વધુ તપાસ આદરી છે.