સગીરાના અપહરણ અને દુષ્કર્મના ચકચારી પ્રકરણમાં નાસતા ફરાતા આરોપી ઈશમો પોલિસેના સકંજામાં
copy image

સગીરાના અપહરણ અને દુષ્કર્મના ચકચારી પ્રકરણમાં નાસતા ફરાતા આરોપી ઈશમોને પોલીસે દબોચી લીધા છે. ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ભોગ બનનારે હાલમાં પ્રાગપર પોલીસ મથકે પહેલેથી પરિણીત હોવા છતાં લગ્નની લાલચ આપી અપહરણ કરી પોણા બે વર્ષ સુધી અવારનવાર શરીર સંબંધ બાંધી દુષ્કર્મ ગુજાર્યા અંગે આરોપી ઈશમ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી જે અંગે, ભુજના હમીરસર તળાવ પાસેથી સચોટ બાતમીના આધારે એલસીબીએ મુખ્ય આરોપી તેમજ મદદ કરનાર સહઆરોપીને ઝડપી પાડ્યા છે. પકડાયેલ ઈશમોને આગળની વધુ કાયદેસરની કાર્યવાહી માટે પ્રાગપર પોલીસને સોંપવામાં આવેલ હોવાનું સામે આવ્યું છે.