નાડાપામાંથી 14 હજારની રોકડ સાથે ત્રણ ખેલીઓની અટક

copy image

copy image

ભુજ ખાતે આવેલ નાડાપાની નદીના છેલામાંથી ત્રણ ખેલીઓને પોલીસે દબોચી લીધા છે. ત્યારે આ મામલે વર્તુળોમાંથી વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ  ગત દિવસે સાંજના અરસામાં નાડાપાના મુસ્લિમવાસ તરફ જતા કાચા રસ્તા પર આવેલ નદીના છેલામાં અમુક ઈશમો ગંજીપાના વડે હાર જીતનો જુગાર રમી રહ્યા હતા. તે સમયે પોલીસે આ શખ્સોને રંગે હાથ દબોચી લીધા હતા. પોલીસે પકડાયેલ શખ્સો પાસેથી રોકડ રૂા. 14,700 કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.