આદિપુરમાંથી પ્રતિબંધિત ઈ-સિગારેટ વેચનાર આરોપી ઈશમને પોલીસે ઝડપ્યો

copy image

copy image

  આદિપુરના જી.આઈ.ડી.સી. વિસ્તારમાંથી પ્રતિબંધિત ઈ-સિગારેટ વેચનાર આરોપી ઈશમને પોલીસે ઝડપી પાડ્યો છે. ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ સ્થાનિક પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, આદિપુરમાં કોલેજ સંકુલ અને હોસ્ટેલ આવેલી છે તેની નજીક જી.આઈ.ડી.સી.માં હનુમાન મંદિર પાસે ભડાર સોસાચયટીનો ચેતન શ્રવણ માજીરાણા નામનો શખ્સ પ્રતિબંધિત વેપનું વેચાણ કરી રહ્યો છે.  મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળા સ્થળ પર કાર્યવાહી હાથ ધરી અને અહીથી વાદળી રંગના થેલામાં માલ રાખીને વેચાણ કરતા આરોપી શખ્સને રંગે હાથ દબોચી લીધો હતો. પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી વિદેશી બનાવટની ઈ-સિગારેટના 18 બોકસ તથા યુરો થાનોસી પેસન ફ્રૂટ તથા 5000 રફસ લખેલ વેપ નંગ 3 સહિતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.