પૂર્વ સૈનિકોના પત્નીઓએ યોજનાઓના લાભ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું આવશ્યક
કચ્છ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, ભુજનું ઓળખ પત્ર ધરાવતા, નવા નિવૃત થયેલા તમામ સૈનિકો અને પૂર્વ સૈનિકોના પત્નીઓને નિયામક સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી તથા ગુજરાત રાજ્ય તરફથી મળતી વિવિધ સેવાઓ માટે www.esm.gujarat.gov.in ઉપર રજિસ્ટ્રેશન કરાવવું આવશ્યક છે તેમ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી દ્વારા સૂચિત કરવામાં આવ્યું છે. જેની સત્વરે નોંધ લઈ વહેલી તકે રજિસ્ટ્રેશન કરાવી લેવું. આ રજિસ્ટ્રેશનમાં કોઇ મુશ્કેલી જણાય તો કચેરીના ફોન નંબર ૦૨૮૩૨-૨૨૧૦૮૫ ઉપર સંપર્ક કરી આગોતરી એપોઇટમેન્ટ મેળવી જરૂરી દસ્તાવેજો સાથે રજિસ્ટ્રેશન માટે કચેરીનો સંપર્ક કરવો તેમ મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસાટ અધિકારીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.