હવામાનની માહિતી સરળતાથી મળી શકે તે હેતુથી અત્યાધુનિક મોબાઈલ એપ્લિકેશન “સચેત” ડાઉનલોડ કરવા અનુરોધ
વર્ષાઋતુને કુદરતી તથા માનવસર્જિત આપદાઓને ધ્યાનમાં રાખી હવામાન વિભાગ, ભારત સરકાર દ્વારા GEO TARGETED MANNERમાં ‘સચેત એપ્લિકેશન’ તૈયાર કરવામાં આવી છે. જેથી અલગ અલગ સ્થાનિક ભાષામાં આપદા અંગેનું એલર્ટ મળે છે.
આ એપ્લિકેશન NDMAની વેબસાઈટ અને ગૂગલ પ્લે સ્ટોર ઉપર ઉપલબ્ધ છે. આ મોબાઈલ એપ્લિકેશન વરસાદની આગાહી, વીજળીથી બચાવ, ખેતી માટે ઉપયોગી છે. કચ્છ જિલ્લાના ખેડૂતો, માછીમારો, ઔદ્યોગિક એકમો, આપદા મિત્રો, હોમગાર્ડ, એનસીસી કેડેટસ, સેવાભાવી સંસ્થાઓ, સિવિલ ડીફેન્સ વોલિન્ટરિયર્સ સહિત તમામ નાગરિકોને આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા ડીઝાસ્ટર મેનેજમેન્ટ શાખા ભુજ કચ્છ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.