ભુજમાં 17 વર્ષીય સગીરાનો આપઘાત

copy image

copy image

ભુજમાં 17 વર્ષીય સગીરાએ ગળે ફાંસો ખાઈ જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજના ખારીનદી રોડ અમનનગરમાં રહેતા 17 વર્ષીય સગીરા મોયાબેનએ આ પગલું ભરી લીધું હતું. હતભાગી પોતાના ઘરે હાજર હતી તે સમયે કોઈ અકળ કારણે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઈ જીવ ત્યાગી દીધો હતો. પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ આદરી છે.