વૃદ્ધ માતાએ પોતાની પુત્ર-વધુ પૌત્ર અને પૌત્ર વધુ સામે દીકરાની હત્યા અંગે ફરી ફરિયાદ

copy image

copy image

  માતાએ પોતાની પુત્રવધુ પૌત્ર અને પૌત્ર વધુ સામે દીકરાની હત્યા કર્યાની ફરિયાદ  નોંધાવેલ હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. ત્યારે આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ  ભુજના  છત્રા ફળિયામાં રહેતા સકીનાબેન ફકીર મામદ કુંભાર નામના 75 વર્ષના વૃદ્ધાએ  એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ઘરે ઝઘડો થતાં આ ત્રણેય આરોપી ઈશમોએ સાથે મળીને તેમના પુત્ર અબ્દુલ્લા ને ઢોર માર્યો હતો જેના કારણે તેનું મૃત્યુ થયું. ત્યારબાદ પુત્રને દફન પણ કરી દેવામાં આવ્યો હતો. વધુમાં તેઓ ફરિયાદમાં જણાવે છે કે, ગત તારીખ 11, 7 ના રોજ તેઓ ઘરમાં હાજર હતા તે દરમ્યાન તેમના પુત્ર અબ્દુલ્લા એ પુત્ર આફતાજને હવેથી લાઈટ બિલ તુ ભરજે એવું કહેતા અફતાજ તેને અવગણીને રૂમમાં ચાલ્યો ગયો હતો તેથી અબ્દુલ્લા ગુસ્સે ભરાઈને કુહાડી લઈને તેની પાછળ ગયો હતો પરંતુ આ દરમિયાન આઈસુ બાઇ અને રહેમતે અબ્દુલ્લા ને પકડીને ખૂબ માર માર્યો હતો અને અબ્દુલ્લા ના હાથમાથી કુહાડી ઝૂંટી લીધી હતી. આ બનાવમાં તેમના પુત્રને વધુ ઇજા  પહોંચતા  સકિનાબાઈ ડોક્ટરને બોલાવવા દોડી ગયા હતા. આ બનાવમાં ફરિયાદીના પુત્રનું મોત થયું હતું. આ બનાવ અંગે વૃદ્ધાએ રૂબરૂ આવી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં આગળની તજવીજ પોલીસે હાથ ધરી હોવાનું સામે આવ્યું છે.