નલિયામાં એક શખ્સ બેભાન હાલતમાં મળી આવતા હોસ્પિટલ લઈ જવાતા મૃત ઘોષિત કરાયો

copy image

copy image

 અબડાસા ખાતે આવેલ નલિયા એરફોર્સમાં 40 વર્ષીય આધેડ શખ્સ બેભાન હાલતમાં મળી આવેલ હતો જેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા મૃત ઘોષિત કરાયો હતો. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ અબડાસાના નલિયામાં એરફોર્સમાં રહેતા બુધારામ નામનો શખ્સ પોતાના ઘરેથી બેહોશ હાલતમાં મળી આવેલ હતો, જેને તુરંત સરવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.