ગાંધીધામ ખાતે આંગડીયા પેઢીના માલિકને હથિયાર બતાવી ફોર વ્હીલ વાહનમાં બળજબરીથી બેસાડી અપહરણ કરવાના ગુનાનો ભેદ ઉકેલતી પૂર્વ-કચ્છ ગાંધીધામ પોલીસ

ગઈ તા.૧૬/૦૭/૨૦૨૫ ના રોજ ગાંધીધામ ખાતે પ્લોટ નં. ૨૩૧ વોર્ડ નં. ૧૨/બી ખાતે આવેલ સમકીત નીધી આંગડીયા પેઢીના માલિક કેતનભાઈ કાકરેચાનું કોઈ અજાણ્યા ચાર આરોપીઓએ રીવોલ્વર બતાવી ફિલ્મી ઢબે ફોર વ્હીલ વાહનમાં બળજબરીથી બેસાડી પૈસા પડાવવાના ઇરાદાથી અપહરણ કરી નાશી ગયેલ. જે અંગે ગાંધીધામ એ ડીવી. પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપીઓ વિરુધ્ધ ગુનો દાખલ ક૨વામાં આવેલ.
સદરહુ ગુનાની ગંભીરતા જોતા પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગ૨ બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી આ અપહરણનો ગુનો સત્વરે શોધી કાઢવા ખાસ સુચનાઓ કરતા નાયબ પોલીસ અધિક્ષકશ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા ભચાઉ વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં અલગ અલગ જગ્યાએ નાકાબંધી કરવામાં આવેલ અને એન.એન.ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. પૂર્વ-કચ્છ ગાંધીધામ નાઓની આગેવાનીમાં એલ.સી.બી. તથા ગાંધીધામ એ ડીવી., સામખીયાળી અને ભચાઉ પોલીસ સ્ટેશનની અલગ-અલગ કુલે-૧૨ ટીમો બનાવી ત્વરીત કાર્યવાહી ક૨વામાં આવેલ અને સ્થાનિક જગ્યાના નેત્રમ શાખા મારફતે સી.સી.ટી.વી ફુટેજ ચકાસી તાત્કાલીક એલ.સી.બી.ની ટીમ દ્વારા અપહરણકારો જે ફોરવ્હીલ વાહનથી અપહરણ કરી નાશેલ તે વાહનને ટ્રેસ કરી તેનો સતત પીછો ક૨વામાં આવેલ. આરોપીઓને પોલીસ તેમનો પીછો કરતી હોવાનુ જણાઈ આવતા પોતાની કાર ફુલ સ્પીડે ચલાવી વોંધ રામદેવપીર ચાર રસ્તાથી આબંલીયારા ગામ તરફ નાશવા લાગેલ તે દરમ્યાન પોલીસની ટીમો આરોપીઓની કા૨ નજીક પહોંચી જતા આરોપીઓએ પોતાની કાર આંબલીયારા સીમમાં રણના ડાચા રસ્તે ઉતારી કા૨ મુડી ને ભાગી ગયેલ જે કાર માંથી ભોગ બનનાર કેતનભાઈ કાકરેચાને સહી સલામત પોલીસ દ્વારા હસ્તગત કરી લેવામાં આવેલ.
આ જગ્યાએથી નાશેલ ચાર આરોપીઓ કાર મુડી નાશી ગયેલ. જે આરોપીઓનો પોલીસ દ્વારા પીછો કરી શોધખોળ આદરવામાં આવેલ અને શોધખોળ દરમ્યાન એક ઇસમને પકડી પાડવામાં આવેલ. જે ઈસમને આ બનાવ સબંધે યુક્તિ પ્રયુડિતથી આ ડેતનભાઈનુ અપહરણ કરવાનુ કારણ તેમજ આ અપહરણ પાછળ બીજા કોણ કોણ માણસો સંડોવાયેલ છે તે બાબતે વિગેરે પુછપરછ કરતા પ્રથમ તે ઇસમ અલગ અલગ ખોટી માહિતીઓ પોલીસને આપેલ. પરંતુ પોલીસ દ્વારા આગવી ઢબે સતત પુછપરછ કરતા તે ઇસમ ભાંગી પડેલ અને આ કેતનભાઈનુ અપહરણ હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા કરણસિંહ ઝાલા રહે. શક્ત શનાળા ગામ નવા પ્લોટ વિસ્તાર તા.જી. મોરબી વાળાના કહેવાથી પોતે તેમજ તેની સાથે નીચે જણાવેલ આરોપીઓએ મોટી રકમ મેળવવા અપહરણ કરેલાની કબુલાત આપતા કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે ગાંધીધામ એ ડીવી. પો.સ્ટે. ને સોંપવામાં આવેલ.
પકડાયેલ આરોપીનું નામ
પવન કિશનલાલ બરોર ઉ.વ. ૨૪ વોર્ડ નં. ૧૨,કેસરીસિંગપુર તા.૬૨નપુર જી.શ્રીગંગાનગર રાજસ્થાન (હિતેન્દ્રસિંહ નો બોડીગાર્ડ)
પકડવાના બાકી આરોપીઓનાં નામ
(૧) હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા કરણસિંહ ઝાલા /દરબાર રહે. શકત શનાળા ગામ નવા પ્લોટ વિસ્તાર તા.જી. મોરબી (મુખ્ય આરોપી અપહરણનો પ્લાન બનાવનાર)
(૨) તુષાંત ઉર્ફે સુરજ ઉર્ફે ટાઈગર સ/ઓ લેખરાજ વાસુ રહે. બજજુ તેજપુરા જી.બિકાનેર રાજસ્થાન (હિતેન્દ્રસિંહ નો બોડીગાર્ડ)
(3) શ્રવણસિંહ લક્ષ્મણસિંહ સોઢા (રાજપુત) રહે. ગામ-બંધલી,બજજુ,જી.બિકાનેર રાજસ્થાન
(૪) આકાશ સ/ઓ નિરંજનસિંહ રાજપુત રહે. ગલી નં.૩/૪ વોર્ડ નં. 3,ટાવર રોડ,રાધા સ્વામી સત્સંગ ડેરાની સામે શ્રીગંગાનગર
(૫) અજય નામનો માણસ
(૬) ભૈયાજી નામનો માણસ
(૭) તપાસમાં નીકળે તે
ગુનાની મોડસ ઓપરેન્ડી
સદર ગુનાનો મુખ્ય આરોપી હિતેન્દ્રસિંહ ઉર્ફે હેતુભા ઝાલા એ ભોગ બનનાર ડેતનભાઈ પૈસાદાર વેપારી હોય અને આંગડીયા પેઢીનુ મોટુ કામ ક૨તા હોય તેઓ પાસે વધારે રૂપિયા હોવાનુ જાણતા હોય અને તેનુ અપહરણ કરવાથી સરળતાથી વધુ રૂપિયા આપી દે તેમ હોય પોતાના અંગત માણસ (બોડીગાર્ડ) તુષાંત વાસુ મારફતે રાજસ્થાનથી ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓને બોલાવી પોતાની જગ્યા ઉપર સાચવી રાખી અન્ય આરોપીઓ સાથે મળી કાવતરૂ રચી સદર આરોપીઓને વાહનો તથા રહેવાની જગ્યાની સુવિધા પુરી પાડી ભોગબનનારનુ ઘર તથા આંગડીયા પેઢીની રેકી કરી બનાવને અંજામ આપવા માટે આરોપી સ્વીફ્ટ કાર તથા હ્યુન્ડાઇ વરના કારથી ભોગબનનારની ઓફીસની આસપાસ ભોગબનનારની વોચમાં રહેલ. દરમ્યાન ભોગ બનનાર એકલા ઓફીસેથી નીકળી જતા હતા તે દરમ્યાન આરોપીઓએ બળજબરીથી હથિયાર બતાવી અપહરણ કરી સ્વીફ્ટ કારમાં બેસાડી બંને કારોથી અપહરણ કરી મોરબી ખાતે હિતેન્દ્રસિંહ ઉર્ફે હેતુભા ઝાલાના ફાર્મહાઉસમાં લઈ જઈ ખંડણી માંગવાની હતી.
આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ
(૧) હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા કરણસિંહ ઝાલા/દરબાર
(૧) ફર્સ્ટ ગુ.ર.ન.-૧૯૭/૨૦૦૧ આઈ.પી.સી. કલમ ૩૬૩,૩૬૬,૩૭૬,વિગેરે
(૨) સેકન્ડ ગુ.૨.ન.૩૨૮૨/૨૦૦૮ આઈ.પી.સી. કલમ ૫૦૬(૨) વિગેરે
(૩) ફર્સ્ટ ગુ.ર.ન-૧૮૫/૨૦૧૩ આઈ.પી.સી. કલમ ૨૭૯,૪૨૭,૧૪૩,૧૪૭, વિગેરે
(૪) ફર્સ્ટ ગુ.ર.ન-૨૫૮/૨૦૧૩ આઈ.પી.સી. કલમ ૩૨૩,૩૨૪,૫૦૪, ૫૦૬(૨), ૧૪૩,૧૪૭, વિગેરે
(૫) ફર્સ્ટ ગુ.ર.ન.-૧૦૪/૨૦૧૪ આઈ.પી.સી. કલમ ૩૦૭,૧૪૩,૧૪૭,વિગેરે
(૬) ફર્સ્ટ ગુ.ર.ન.-૪૧/૨૦૧૭ આઈ.પી.સી. કલમ ૩૦૨,૧૨૦બી,જી.પી.એ કલમ ૧૩૫ તથા આર્મસ એકટ કલમ – ૨૫(૧-બી) (એ),૨૭(૨) મુજબ
(૭) ફર્સ્ટ ગુ.૨.ન-૧૩૭/૨૦૧૮ આઈ.પી.સ. કલમ- ૩૦૨,૩૦૭,૧૨૦બી, ૧૪૩, ૧૪૭,૧૪૮,૧૪૯, ૧૫૦, ૩૪ તથા આર્મ્સ એકટ કલમ – ૨૫(૧-બી) (એ), ૨૭(૧),જી.પી.એકટ કલમ ૧૩૫-મુજબ
(૮) સેકન્ડ ગુ.૨.ન-૩૯૩૦/૨૦૧૯ આર્મ્સ એકટ કલમ ૨૫(૧-બી)(એ),મુજબ
(૯) સેકન્ડગુ.૨.નં-૦૩/૧૯ આર્મ્સ એકટકલમ-૨૫(૧-બી)(એ)મુજબ(ATS પો.સ્ટે.)
(૧૦) સેકન્ડ ગુ.૨.ન-૫૨/૨૦૧૮ પ્રીજન એકટ કલમ ૪૨,૪૩,૪૫, ની પેટા કલમ ૧૨ તથા આઈ.પી.સી. કલમ ૧૮૮ મુજબ. (જામનગર સીટી એ.ડીવીઝન )
(૧૧) ફર્સ્ટ ગુ.૨.ન.૧૧૨/૨૦૧૯ આઈ.પી.સી. કલમ ૨૨૪,૨૨૫(૬),૧૨૦બી, મુજબ (ધ્રાંગંધ્રા તાલુકા પો.સ્ટે. )
(૧૨) સેકન્ડ પાર્ટ ગુરન ૦૨/૨૦૨૦ આર્મ્સ એકટ ૨૫(૧-બી)એ (ATS પો.સ્ટે.)
(૧૩) ગાંધીધામ એ ડીવી. પો.સ્ટે. ગુ.૨.નં. ૭૪૨/૨૪ પ્રીઝન એક્ટ ૪૨,૪૩,૪૫(૧૨)
(૨) શ્રવણસિંહ લક્ષ્મણસિંહ સોઢા (રાજપુત)
(૧) નયાશહર પો.સ્ટે. (બીકાનેર રાજસ્થાન) ૩૮૦/૧૫ ઈ.પી.કો.ક.૩૭૯,૪૧૪,૪૧૧
(૨) નયાશહર પો.સ્ટે. (બીકાનેર રાજસ્થાન) ૩૮૮/૧૫ ઈ.પી.કો.ક.૩૭૯,૪૧૪,૪૧૧
(3) કોટગેટ પો.સ્ટે. (બીકાનેર રાજસ્થાન) ૩૧૯/૧૫ ઈ.પી.કો.ક.૩૭૯
(૪) કોટગેટ પો.સ્ટે. (બીકાનેર રાજસ્થાન) ૩૨૫/૧૫ ઈ.પી.કો.ક.૩૭૯
(૫) નયાશહર પો.સ્ટે. (બીકાનેર રાજસ્થાન) ૩૮૭/૧૫ ઈ.પી.કો.ક.૩૭૯
(૬) કોટગેટ પો.સ્ટે. (બીકાનેર રાજસ્થાન) ૩૨૬/૧૫ ઈ.પી.કો.ક.૩૭૯
(૭) કોટગેટ પો.સ્ટે. (બીડાનેર રાજસ્થાન) ૩૨૭/૧૫ ઈ.પી.કો.ક.૩૭૯
(૮) નયાશહર પો.સ્ટે. (બીકાનેર રાજસ્થાન) ૨૦૩/૧૬ ઈ.પી.કો.ક.૩૮૦,૪૫૭
(૯) નયાશહર પો.સ્ટે. (બીડાનેર રાજસ્થાન) ૨૨૧/૧૬ ઈ.પી.કો.૬.૩૮૦,૪૫૭
(૧૦) ચૌપાસની હા.બોર્ડ પો.સ્ટે.(જોધપુર રાજસ્થાન) ૨૯૩/૧૬ ઈ.પી.કો.ક.૩૭૯, ४११
(૧૧) સદર પો.સ્ટે. (બીકાનેર રાજસ્થાન) ૦૦૬૫/૧૭ આર્મ્સ એક્ટ ૬.૩/૨૫
(૧૨) બીછવાલ પો.સ્ટે. (બીકાનેર રાજસ્થાન) ૨૫૭/૧૭ ઈ.પી.કો.ક.૩૭૯
(૧૩) નોખા પો.સ્ટે. (બીકાનેર રાજસ્થાન) પ૨૫/૧૭ ઇ.પી.કો.ક.૩૦૨,૪૪૯,૩૬૪,૧૪૭
(૧૪) સરદારપુરા પો.સ્ટે. (જોધપુર સીટી રાજસ્થાન) ૦૫/૧૮ ઈ.પી.કો.ક.૩૭૯
(૧૫) ચૌપાસની હા.બોર્ડ પો.સ્ટે. (જોધપુર રાજસ્થાન) ૧૪/૧૮ ઈ.પી.કો.ક. ૩૯૯, ૪૦૨ તથા આર્મ્સ એક્ટ ૬૩/૨૫
(૧૬) લાઠી પો.સ્ટે. (જેસલમેર રાજસ્થાન) ૫૬/૨૨ ઈ.પી.કો.ક.૩૮૦,૪૫૭
(૧૭) મોહનગઢ પો.સ્ટે. (જેસલમેર રાજસ્થાન) ૧૦૨/૨૨ ઈ.પી.કો.૬.૪૫૭,૩૮૦
(૧૮) કલાનૌર પો.સ્ટે. (રોહતક હરીયાણા) ૨૯૧/૨૩ ઈ.પી.કો.ક.૩૦૭,૧૨૦,૨૦૧, ૩૯૭,
(૧૯) નયાશહ૨ પો.સ્ટે. (બીકાનેર રાજસ્થાન) ૩૧૭/૨૩ ઈ.પી.કો.ક.૩૦૭,૪૪૦,૪૫૨
(૨૦) કોતવાલી પો.સ્ટે. (બીકાનેર રાજસ્થાન) ૬૦/૨૩ ઈ.પી.કો.ક.૨૭૯,૩૩૭,૩૩૮
(૨૧) નયાશહ૨ પો.સ્ટે. (બીકાનેર રાજસ્થાન) ૩૫૭/૨૩ ઈ.પી.કો.ક.૩૦૭,૩૪,આર્મ્સ એક્ટ ૬.૨૭,૫,૨૫,૯
(૨૨) બના૨ પો.સ્ટે. (જોધપુર રાજસ્થાન) ૩૩૭/૨૩ આર્મ્સ એકટ ક.૩/૨૫(૧-બી),એ
(૨૩) નોખા પો.સ્ટે.(બીકાનેર રાજસ્થાન) ૨૯૬/૨૪ આર્મ્સ એકટ ક.૩/૨૫(૧-બી),એ
(3) આકાશ સ/ઓ નિરંજન સિંહ રાજપુત
(૧) પુરાની આબાદી પો.સ્ટે.(શ્રી ગંગાનગર રાજસ્થાન) ગુ.૨.નં. ૦૨૭૮/૧૮ ઈ.પી.કો. ક.૩૪૧,૩૨૩,૩૯૪,૩૨૬,૩૪
(૨) અસંદ પો.સ્ટે. (કરનાલ હરીયાણા) ગુ.૨.નં. ૦૬૧૫/૨૨ ઈ.પી.કો.ક. ૩૦૭,૨૦૨, ૨૦૧,૧૨૦બી,૩૮૫,૧૮૦ આર્મ્સ એક્ટ ૬.૨૫
(3) સદર પો.સ્ટે. (શ્રી ગંગાનગર રાજસ્થાન) ગુ.૨.નં. ૧૨૬/૧૯ ઈ.પી.કો.ક. ૩૦૭,૩૨૬, ૧૨૦બી,આર્મ્સ એક્ટ ૨૭
(૪) બહાવવાલા પો.સ્ટે. (પંજાબ) ગુ.૨.નં. ૧૮/૨૪ આર્મ્સ એક્ટ ક.૨૫,૫૪,૫૯
(૫) કોતવાલી પો.સ્ટે. (શ્રી ગંગાનગર રાજસ્થાન) ગુ.૨.નં. ૦૭૮૫/૨૪ બી.એન.એસ.ક. ૩૫૧(૩),૧૯૧(૨)(૩),૧૯૦,૧૦૯(૧)(એ),૧૨૫,૩૨૪(૪) તથા આર્મ્સ એક્ટ ક.૨૭
(૬) કોતવાલી પો.સ્ટે. (શ્રી ગંગાનગર રાજસ્થાન) ગુ.૨.નં. ૧૪૩/૨૨ ઈ.પી.કો.ક.૩૦૭, ૩૪૧,૩૨૩,૩૨૬,૧૨૦બી,આર્મ્સ એક્ટ ૬ ૩/૨૫, ૨૭ (નાસતો ફરતો)
કબ્જે કરેલ મુદ્દામાલ
મોબાઈલ ફોન નંગ-૨ કિ.રૂ. ૧૦,૫૦૦/-
દાખલ થયેલ ગુનાની વિગત
- ગાંધીધામ એ ડીવી. પો.સ્ટે. ગુ.૨.નં. ૦૯૮૬/૨૫ બી.એન.એસ.ક.૧૧૫(૨), ૧૪૦(૨),૬૧(૧)(એ),આર્મ્સ એક્ટ ૨૫(૧) (બી),જી.પી.એક્ટ ૧૩૫ મુજબ
આ કામગીરી નાયબ પોલીસ અધિક્ષકશ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા ભચાઉ વિભાગ તથા લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા તથા પોલીસ ઇન્સપેકટર વી.કે.ગઢવી. સામખીયાળી પો.સ્ટે. તથા પોલીસ ઇન્સપેકટર એમ.ડી.ચૌધરી ગાંધીધામ એ ડીવી. પો.સ્ટે. તથા પોલીસ ઇન્સપેકટરશ્રી એ.એ.જાડેજા તથા પોલીસ ઇન્સપેક્ટર ડી.ડી.ઝાલા એસ.ઓ.જી. તથા પોલીસ સબ ઇન્સપેકટર ડી.જી.પટેલ એલ.સી.બી. તથા એલ.સી.બી.,એસ.ઓ.જી., ગાંધીધામ એ ડીવી., સામખીયાળી,ભચાઉ પોલીસ સ્ટાફ તથા જીલ્લા નેત્રમ શાખા દ્વારા કરવામાં આવેલ છે.