ભારાપર ગામેથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી માનકુવા પોલીસ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પશ્ચિમ કચ્છ-ભુજ તથા શ્રી આર.ડી.જાડેજા સાહેબ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી. ભુજ વિભાગ-ભુજનાઓએ પશ્ચિમ કચ્છ-ભુજ જીલ્લામાં પ્રોહી તથા જુગારની ગેરકાયદેસરની પ્રવૃતિ સંપુર્ણપણે નેસ્તનાબુદ કરવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય.
જે અન્વયે શ્રી પી.પી.ગોહિલ ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર માનકુવા પોલીસ સ્ટેશનનાઓ માર્ગદર્શન માનકુવા પો.સ્ટે.ના કર્મચારીઓ પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.હેડ.કોન્સ અશોકભાઈ ડાભી તથા પો.કોન્સ કિરણકુમાર પુરોહિતનાઓને મળેલ સંયુકત બાતમી હકીકત આધારે ભારાપર/સુરજપર ગામના સ્મશાનનના ગેટ સામે રોડ પર ધાણી પાસા વડે રૂપીયાની હારજીતનો જુગાર રમતા પાંચ ઇસમોને કુલ રોકડ રકમ રૂ. ૧૧,૧૫૦/- તથા મોબાઇલ નં. ૨ કિ.રૂ. ૭૫૦૦/- તેમજ ધાણી પાસા જોડ-૧ રૂ.૦૦/૦૦ એમ મળી કુલ્લે કીં. રૂ ૧૮,૬૫૦/- ના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ ઇસમો-
(૧) નવીન દેવજી મહેશ્વરી ઉ.વ- ૩૫ રહે- ભારાપર તા.ભુજ
(૨) અનીશ અબ્દુલ સંઘાર ઉ.વ-૨૧ રહે- ભારાપર તા.ભુજ
(૩) ફારૂક સલીમ રાયમા ઉવ.૨૬ રહે. ગામ-ભારાપર તા.ભુજ
(૪) કાસમ અબ્દુલ થેબા ઉ.વ-૪૩ રહે- ભારાપર તા.ભુજ
(૫) હાજી અબ્દુલ હિગોરા ઉવ.૩૭ રહે.ભારાપર તા.જી.ભુજ
કબ્જે કરેલ મુદામાલ-
» રોકડા રૂપીયા- ૧૧,૧૫૦/-
» ધાણી પાસા જોડ -૦૧ કિ.રૂ ૦૦/૦૦
» મોબાઇલ નં. ૨ કિ.રૂ. ૭૫૦૦/-
એમ કુલ કી.રૂ. ૧૮,૬૫૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.
આમ ઉપરોકત કામગીરીમાં માનકુવા પોસ્ટેના ઈ/ચા પો.ઇન્સ. શ્રી.પી.પી.ગોહિલ સા.ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પો.હેડ.કોન્સ. અશોકભાઈ ડાભી, વિનોદજી ઠાકોર તથા પો.કોન્સ. કિરણકુમાર પુરોહિત તથા GRD સચીન ફુલાણી, મહેશ ભટ્ટ તથા મયુર ગૌસ્વામીનાઓ જોડાયેલ હતા.