ગુજરાતમાં આગામી 27 જુલાઈ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી

rain photo-

copy image

copy image

ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 27 જુલાઈ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સમય દરમ્યાન સમગ્ર રાજ્યભરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી વાતાવરણ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી 22 થી 25 જુલાઈ સુધીમાં ગુજરાતભરમાં મેઘગર્જના અને 30-40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.