ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભુજ દ્વારા તહેવાર નિમિતે વધારાની બસો શરૂ કરાશે
ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ, ભુજ વિભાગ દ્વારા રક્ષાબંધન-જન્માષ્ટમી તહેવારોમાં
મુસાફરોને વતન જવા માટે મુસાફરોને ધ્યાનમાં લઈ જરૂરીયાત અનુસાર એકસ્ટ્રા બસોનું ભુજ વિભાગના
ભુજ/મુન્દ્રા/માંડવી ડેપો દ્વારા રક્ષાબંધન-જન્માષ્ટમી તહેવારોને ધ્યાને લઈ તા.૦૭/૦૮/૨૦૨૫ થી
તા.૧૭/૦૮/૨૦૨૫ દરમિયાન વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવેલ છે. જેનો સર્વે મુસાફર
જનતાને લાભ લેવા વિનંતી છે. ભુજ ડેપો ખાતે થી ભુજ-અમદાવાદ માંડવી ડેપો ખાતેથી માંડવી-અમદાવાદ તેમજ
માંડવી-દ્વારકા, તથા મુન્દ્રા ડેપો ખાતેથી મુન્દ્રા-રાજકોટ તહેવારો ને અનુલક્ષી રક્ષાબંધન—જન્માષ્ટમી માં એકસ્ટ્રા
સર્વિસોનું આયોજન કરવામાં આવનાર છે. આ સમય ગાળા દરમિયાન ગ્રુપ બુકિંગથી આખી બસનું ૫૧ સીટનું બુકિંગ
કરાવી શકાશે. આપના રહેણાંક વિસ્તારથી માંગણીથી આપના વતનના ગામના પાદર સુધી ગુજરાત રાજ્યની હદમાં
આ બસોની સુવિધા આપવામાં આવશે.
આ બસોનું બુકિંગ કરાવવા માટે એસ.ટી.ભુજ વિભાગના ભુજ,માંડવી,મુન્દ્રા, અંજાર, ભચાઉ,
રાપર,નલિયા,નખત્રાણા ડેપો ખાતે ડેપો મેનેજરશ્રી નો રૂબરૂ સંપર્ક કરી ગ્રુપ બુકિંગ કરાવી શકશો.ઉપરાંત
એસ.ટી.માન્ય બુકિંગ એજન્ટો, GSRTC OFFICIAL TICKET BOOKING APP. મોબાઈલ એપ,તથા
નિગમની વેબ સાઈડ ઉપરથી ઓનલાઈન બુકીગ પણ કરાવી શકાશે તેમ વિભાગીય નિયામકશ્રી એસ.ટી.ભુજની
અખબાર યાદીમાં જણવવામાં આવ્યું છે.